

ટંકારા : ટંકારામાં તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા પોલીસ દ્વારા ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં ખોવાયેલી બિનવારસી 2 મોટરસાયકલ મૂળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે.
જેમાં ટંકારા પો. સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન ટંકારા મિતાણા ચોકડી અને લતીપર ચોકડી એમ બે બિનવારસી મોટર સાઇકલ મળી આવ્યા હતા. જેના ચેચીસ નંબર ઇ-ગુજકોપથી સર્ચ કરતા મૂળ માલીક ગંભીરસિંહ દોલતસિંહ સગર (રહે- હડમતિયા) અને યોગેશભાઈ જમનભાઈ પાનસૂરિયા (રહે- રાજકોટ) વાળાને પરત કરવામાં આવ્યું છે.










