Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જિલ્લા પોલીસ દ્વારા “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ઝુંબેશ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ઝુંબેશ

મોરબી : મોરબી જિલ્લામાં સ્કૂલ વાહનો ચેકીંગની ઝુંબેશ ચલાવી પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા ૧૩ વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા. ઉપરાંત ૩૩ જેટલા વાહનોને રૂ.૩૮ હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાહેર કરાયુ છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા.૫ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/ લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વેળાએ મોરબી આર.ટી.ઓના કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સાથે જોડાયેલ હતા.

આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-૬૩૦ સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા કુલ-૩૩ સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોનવા રૂ. ૩૮૦૦૦/-નો દંડ કરવામાં આવેલ હતો. આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ ૧૩ સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ. શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments