Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માં એક્સિડન્ટ ઘટાડવા ના શુભ આશય થી ૧૧૦૦ ગૌવંશો ને ગળા...

મોરબી માં એક્સિડન્ટ ઘટાડવા ના શુભ આશય થી ૧૧૦૦ ગૌવંશો ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા

મોરબી ના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમય થી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં મૃત્યુ પણ થતું હોય છે ત્યારે મોરબી ના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કા માં ૧૧૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસ ની સોસાયટી વિસ્તાર માં હોઈ તેવા ગૌવંશ ને ગોતી ગોતી ને તેમના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રી ના અંધારા માં દૂર થી જ વાહન ચાલક ને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળી ને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવો નો પડે ત્યારે મોરબી ના શનાળા થી ટંકારા સુધી , શનાળા થી કંડલા બાયપાસ સુધી , માળિયા ફાટક થી ઢુવા સુધી , જૂના ઘૂંટુ રોડ પર , મહેન્દ્ર નગર ચોકડી થી ઘૂંટુ ગામ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટી માં રહેલ ગૌવંશ ના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ પ્રથમ તબક્કા માં કરવામાં આવી હતી આગામી સમય માં મોરબી તથા આસપાસ માં તમામ વિસ્તાર માં આ અભિયાન વેગવંતુ બનાવવા નો સંકલ્પ મોરબી ના સેવાભાવી યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો… ત્યારે પ્રતિ દિન હજારો ની સંખ્યા માં વાહનો આ હાઇવે પર થી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમય માં વાહન અકસ્માત ની ઘટનાઓ ઓછી બનશે અને કોઈ અબોલ જીવ કે માનવ જિંદગી બચી શક્શે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આખો દિવસ પોતાના કામ કાજ માં રોકાયેલ યુવાનો રાત્રી ના સમયે પણ આ ભગીરથ સેવા કાર્ય માં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયા માં અન્ય કોઈ ને પણ અડચણ નો ઊભી થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકો ને શહેર તથા આસપાસ ના વિસ્તાર ના લોકો બિરદાવી રહ્યા છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments