Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના ઘુંટુ રોડ ઉપર બાઈક – રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર બાઈક – રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર અજાણ્યા રીક્ષા ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક રીક્ષા લઈને નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સેફાયર સિરામિક નજીક બાઈક લઈને જઇ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની સૂફીયા વસુનિયા અને કનસિંગ બહાદુર ડાવરના બાઇકને અજાણ્યા રીક્ષા ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જતાં સૂફીયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કનસિંગને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો રીક્ષા ચાલક નાસી જતા મૃતક સૂફીયાના કાકા કનસિંગ અમરસિંગ વસુનિયા રહે.જિયોલાઈટ સેનેટરી, ઘુંટુ, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments