Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું 

માળિયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું 

માળિયા મિયાણા : તાલુકાની દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ ફાઉન્ડેશન હંમેશા આફત સમયે લોકોની સેવા માટે અગ્રેસર રહ્યું છે ત્યારે હાલ ભારે વરસાદની વચ્ચે દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા 1500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે માળિયા મિયાણા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનો આશરો છીનવાયો છે ત્યારે દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત લોકો તેમજ સ્થળાંતરિત કરાયેલા લોકો માટે મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, નીચાણવાળા વિસ્તાર તેમજ હરીપર ગામે કુલ 1500 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને હજુ પણ વિતરણ ચાલુ છે. ફૂડ પેકેટ બનાવવા દેવ સોલ્ટનો સંપૂર્ણ સ્ટાફ ખડેપગે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments