Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લામાં ઝડપથી ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી વળતર ચુકવવા આમ આદમી પાર્ટીની...

મોરબી જીલ્લામાં ઝડપથી ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી વળતર ચુકવવા આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજૂઆત

મોરબી : આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયુ છે તેનો સર્વે વહેલી તકે થાય તેવું આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી આપવામાં આવી છે. જેના કારણે સર્વેમાં વિલંબ થાય છે. માટે અધિકારી વધારી ઝડપથી સર્વે થાય એવી માગ કરવામાં આવી છે. તેમજ ખેડૂતને જે 2 હેકટરની નુકસાનની મર્યાદા છે તે વધારવામાં આવે તથા હેકટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સરકાર દ્વારા ખેડૂતોને હંમેશા અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments