
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં સિવિલ તંત્રના અણધડ વહીવટને કારણે ગરીબ દર્દીઓને પરેશાની થતી હોવાની વચ્ચે મોરબીની સિવિલના ગાયનેક વિભાગનું નવું ફ્રિજ શોભાના ગાંઠીયા સમાન હોવાનું સામે આવ્યું છે. જેમાં સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગ સેતા, દેવેશ રાણેવડીયા, મુશાભાઈ બ્લોચે આ બાબતની કલેક્ટર રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિગમાં મોટો ગાયનેક વિભાગ બનાવવામાં આવ્યો છે. આ ગાયનેક વિભાગમાં નવું ફ્રિજ મુકવામાં આવ્યું છે તે ફ્રિજ અવારનવાર ખરાબ થઈ જતા બંધ થઈ જાય છે. ફ્રીજમાં પાણી આવતું ન હોવાથી દર્દીઓને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબતે યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.










