Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ કાર્યશાળા યોજાઈ

મોરબી જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ કાર્યશાળા યોજાઈ

મોરબી : ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે 5 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનને અનુલક્ષીને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ ભાજપમાંથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે એસ અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર તાલુકા જિલ્લાના તમામ મંડળ/મોરચાના પ્રમુખ, મહામંત્રી, મોરચાના તમામ હોદ્દેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા. સૌને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને વેગ આપવા માહિતી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments