Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા ફરી બ્રિજેશ મેરજાને રજુઆત કરી

મોરબીમાં શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા ફરી બ્રિજેશ મેરજાને રજુઆત કરી

મોરબી : 2005 પહેલાંના શિક્ષકોની તાલુકા અને જિલ્લા સમિતી દ્વારા આજે તા.7/9/2024.ના મોરબી ખાતે રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે રૂબરૂ મુલાકાત કરીને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષક સંગઠ્ઠન અને સરકાર દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને બનેલ 5 મંત્રીની કમિટીમાં 1/4/2005 પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પૅન્શન યોજનામાં સમાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેનો ઠરાવ (પરિપત્ર) કરવામાં આવશે તેવું સમાધાન કરી મિડીયા સામે જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ તે વાત ને 2 વર્ષ જેટલો સમય થવાં છતાં આજ સુધી તે ઠરાવ ન થવાનાં લીધે. મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા તે 5 મંત્રીની કમિટી માના 1 સભ્ય એવાં બ્રિજેશભાઇ મેરજાને પોતાની વાત અને વ્યથા વ્યક્ત કરી હતી. જેમા બ્રીજેશભાઈ મેરજાએ ગંભીરતા પૂર્વક ચર્ચા કરી પોતાનાથી બનતા તમામ પ્રયત્નનો કરી આ ઠરાવ જલદીમાં જલદી થાય તેવાં પ્રયત્નો કરવાની ખાત્રી આપવામાં આવી છે. આ આવેદનમાં મોરબી જિલ્લાનાં દરેક તાલુકા અને નિમાયેલ જિલ્લા સમિતિના ભાઈઓ અને બહેનો, અને સક્રિય મિત્રો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments