મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતી જાનકીબેન ચંદ્રેશભાઈ સોની ઉ.20 ગત તા.13 ઓગસ્ટના રોજ લાપતા બની જતા યુવતીના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી. બીજી તરફ ગઈકાલે જાનકી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પતિ સાથે હાજર થઈ હતી અને તેણી અઢી વર્ષ પૂર્વે વી માર્ટમાં નોકરી કરતી હતી ત્યારે વિશાલ હસમુખભાઈ પરમાર નામના યુવાન સાથે પ્રેમ થઈ જતા લગ્ન કરી લીધા હોવાનું જાહેર કરી હવે વિશાલ સાથે જ રહેવા માંગતી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે યુવતી મળી આવ્યાની નોંધ કરી હતી.










