Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શ્રીજી હાઇટસ ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, જુગાર રમતા ૯ શખ્સો રૂ....

મોરબીના શ્રીજી હાઇટસ ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, જુગાર રમતા ૯ શખ્સો રૂ. ૩૨.૫૦ લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આજે મોરબીના શ્રીજી હાઇટસના ફ્લેટમાં ધમધમતા મસમોટા જુગારધામને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબીના શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ માં જુગાર રમતા કુલ – ૯ શખ્સોને રોકડા રૂપીયા ૩૨,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.ભટ્ટ તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની શનાળા પોલીસ ચોકીના ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલાને મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં. ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજા પોતાના કબ્જા ભોગવટાના કુલેટમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરીને જુગાર રમતા ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉધરેજા,, મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા,મનીષભાઇ લાલજીભાઇ વડસોલા, તરૂણભાઇ વલ્લભભાઈ કાવર,સંજયભાઇ પ્રભુભાઈ સનારીયા, કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા, ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા, ભાવેશભાઈ કેશવજીભાઇ ભીમાણીને રોકડા રૂપીયા – ૩૨,૫૦,૦૦૦ના મુદામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જુગારની રેઇડ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર, આર.એન.ભટ્ટ તથા પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. જયેશભાઇ ડાંગર તથા ભાવિનભાઇ રતન તથા કલ્પેશભાઇ ઝામકીયા તથા રવીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments