


મોરબી:મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યૂ ગુજરાત હાઉસીંગ બૉડમાં હાઉસિંગ બોર્ડ કા રાજા નામક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાજરમાન ગણપતિ મહોત્સવના પ્રથમ દિવસે મોરબી હાઉસિંગ બોર્ડ કા રાજામાં ગણપતિ દાદાનું ભવ્ય સ્થાપન કરવમાં આવ્યું છે. ત્યારે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગણપતિ દાદાની આરતીનો શ્રધ્ધાભેર લીધો હતો.સાથોસાથ મોરબી તેમજ આસપાસના વિસ્તારના ઘણી મોટી સંખ્યામાં ભક્તો આ આરતીમાં જોડ્યા હતા અને ગણપતી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.










