Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શિશુ મંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ...

મોરબીના શિશુ મંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાશે

મોરબી : પ્રકૃતિને આપણે માતા કીધી છે. આપણું લાલન, પાલન, પોષણ અને આપણું અસ્તિત્વ પ્રકૃતિ અને પર્યાવરણને આભારી છે. સમગ્ર પ્રકૃતિ પંચમહા ભૂતની બનેલી છે અને આપણે પણ પંચમહાભૂતના જ બનેલા છીએ. અત્યારે પ્રકૃતિ માતાનો વૈભવ સોળે કળા એ ખીલેલો છે. માતાના ગુણગાન ગાવા, તેનું મહત્વ સમજવું તથા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારા-પડધરીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન અમિતભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમ સાથે આપણને પર્યાવરણનું રસપાન કરાવશે.

મોરબી શિશુમંદિર ટ્રસ્ટના મંત્રી જયંતીભાઈ રાજકોટિયા તથા નિયામક સુનિલભાઈ પરમાર આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત બનીને આ કાર્યક્રમ માટે માર્ગદર્શન કરી રહ્યા છે. આ કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ વિડજા સમગ્ર શિશુમંદિરના સ્ટાફ પરિવારને સાથે રાખીને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. દિનાંક 14/9/2024ને શનિવારે રાત્રે 8:45 કલાકે શનાળામાં મારુતિ પરફેક્ટ શોરૂમની બાજુમાં આવેલા સરસ્વતી શિશુમંદિરના મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી પ્રત્યેક નાગરિક આ કાર્યક્રમનો લાભ લેવા તથા સરસ્વતી શિશુમંદિરના વાલી પરિવારને આ કાર્યક્રમમાં પધારવાનું સ્નેહ સભર નિમંત્રણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments