Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર.

સ્વ.રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા ને પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

મોરબી : સ્વ.રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા નું એક વર્ષ પહેલા દુઃખદ અવસાન થયુ હતું ત્યારે તેમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ભાઈ દીપકભાઈ પંડ્યા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે સદ્ગત ના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments