

મોરબી :કમોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક આવેલ જે.કે.ટાઇલ્સના વાડામાં દરોડો પાડી જીજે – 01 – એચએન – 6202 નંબરની સેન્ટ્રો કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 75 બોટલ કિંમત રૂપિયા 96,740 મળી આવતા પોલીસે 50 હજારની સેન્ટ્રો સહિત કુલ રૂપિયા 1,46,740નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી રાજદીપસિંહ ઉર્ફે રાજા વિક્રમસિંહ સરવૈયા હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.








