Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીએમ મોદીના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય દ્વારા ખોખરા હનુમાનધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને...

પીએમ મોદીના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય દ્વારા ખોખરા હનુમાનધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો અપાશે

મોરબી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે સંસ્કૃત પાઠશાળા અને વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 80 જેટલા ઋષિકુમારો તથા અત્રે ચાલતા વાત્સલ્ય વાટિકા (અનાથાશ્રમ)ના બાળકોને નવા વસ્ત્ર આપવામાં આવશે. આ અવસર પર મોરબી જીલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, આગેવાનો મોરબી જીલ્લા ભાજપના વિવિધ મોરચા-સેલના તમામ હોદ્દેદારો મોરબી શહેર ભાજપ, મોરબી તાલુકા ભાજપ તથા માળીયા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો,ચૂંટાયેલા વર્તમાન-પૂર્વ તમામ પ્રતિનિધિઓ, તમામ આગેવાનો, કાર્યકરોને તા. 17.09.2024, મંગળવાર, સાંજે 4.30 કલાકે ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર રોડ પર પધારવા અને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments