Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

મોરબીની હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

મોરબી,17 સપ્ટેમ્બરના રોજ લોકલાડીલા યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે સમસ્ત હરિગુણ રેસીડેન્સી પીપળી રોડ મહેન્દ્રનગરમાં ફિટનેસ વુમન દ્વારા ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ રાખેલ ફિટનેસ વુમન કમિટીના કાજલબેન રાજુભાઈ આદ્રોજા તથા હંસાબેન રંગપરીયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ આ પ્રસંગે માળીયા-મોરબી કાંતિભાઈ અમૃતિયા હાજર રહી યજ્ઞમાં ભાગ લીધો હતો અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના સંભારણા રજૂ કર્યા હતા,સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ રંગપરિયા દ્વારા કરવામાં આવ્યું

તેમજ હરિગુણ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી સોસાયટીમાં જેનો જન્મદિવસ હોય તે લોકો માટે મહિનાના છેલ્લા દિવસે ગાયત્રી યજ્ઞ થતો હતો તેમાં પણ રાજુભાઈ કાજલબેન આદ્રોજા દાતા તરીકે કામગીરી કરેલ અને છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ સાંજે ૪ થી ૬ કાજલબેન તથા હંસાબેન દ્વારા 100 બહેનોને યોગની તાલીમ ફ્રીમાં આપવામાં આવે છે.આમ હરિગુણ સોસાયટીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments