Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગો ને ઇલેક્ટ્રીક પાવર...

વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગો ને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડી ને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છ : મોદી સાહેબના ૭૪માં જન્મદિને ભુજ મધ્યે હોટલ વિરામમાં એક અનોખો અને મોદી સાહેબને ખુબજ ગમે તેવા કાર્યક્રમ નું કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવેલ

જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૪માં જન્મદિવસ નિમિતે તેમને હમેશા આદરયુક્ત દિવ્યાંગો ને સ્વનિર્ભર બનાવવાની તેમને સહાયરૂપ થવાની મનોચ્છા ને સકાર કરવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિન ઉજવણી નિમિતે મસ્કક્યુલર ડીસટ્રોફી નામના ગંભીર રોગ થી પીડિત દિવ્યાંગ લોકોને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ના સહયોગે ૨૫ દિવ્યાંગો ને ફ્રી ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા જિલ્લા કક્ષા, રાજય કક્ષાએ દોડ સ્પર્ધામાં ખ્યાતિ પામી રાષ્ટ્રીય કક્ષા ઓલમ્પિક ગેમ્સ માટીની તૈયારી કરી રહેલ ખેલાડી ને આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવામાં આવેલ.

હોટેલ વિરામ – ભુજ માં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ, તા.પ. ભુજ પ્રમુખ વિનોદ વારસાણી, આંગદાન પ્રણેતા શ્રી દિલિપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, સર્વશ્રી તાપશશાહ, ભીમજીભાઈ જોધાણી, ઉપેન્દ્ર ઉપાધ્યાય, સુરેશભાઇ આહીર, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ના આગેવાનો, આયુષ હોસ્પિટલ શ્રી ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા સમાજ નવનિર્માણ – ભુજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાજીએ દિવ્યાંગો ને વ્હીલચેર તથા આર્ટિફિશિયલ લેગ મહેમાનો સાથે રહી વિતરણ કરવામાં આવેલ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments