Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફરિયાદ પરત ખેંચી લેવા મામલે બઘડાટી : સામસામી ફરિયાદ

મોરબીમાં ફરિયાદ પરત ખેંચી લેવા મામલે બઘડાટી : સામસામી ફરિયાદ

મોરબીમાં ફરિયાદ પરત ખેંચી લેવા મામલે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી ગયા બાદ સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદ પરત ખેંચવાનું કહી બે શખ્સોએ તલવાર જમીન ઉપર પછાડી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની અને સામાપક્ષે પણ ઢોકળાનું મશીન લેવા જતા આરોપીઓએ હુમલો કરી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અરવિંદ ડાયાભાઇ પરમારે ગિરીશ નારણભાઇ કણઝારીયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ આરોપી ગિરીશ વિરુદ્ધ 2017મા નોંધાવેલ ફરિયાદ પાછી ખેચવાનું કહી જમીન ઉપર તલવાર પછાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. સામાપક્ષે ગિરીશ નારણભાઇ કણઝારીયાએ આરોપી પ્રભુ પરમાર, પાંચા પરમાર, જગા પરમાર, મુન્ના પરમાર તેમજ પ્રકાશ પરમાર વિરૂદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી કે તેઓ વજેપરમાં બાઈક લઈ ઢોકળાનું મશીન લેવા જતા આરોપીઓ જોઈ જતા અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી બાઇકમાં નુકશાન કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments