Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીના રવાપર રોડના શિવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ સેવા કેમ્પનું આયોજન તારીખ 24/09/24 થી 4 દિવસ માટે કરવામાં આવ્યુ છે.

શિવ સેવક ગ્રુપ 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર પણ લગાવવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડિકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખવામાં આવે છે. અહીં અંદાજે 1500 લોકો દરરોજ પ્રસાદનો લાભ લે છે. આ કેમ્પમાં સીસીટીવી કેમેરા પણ મૂકવામમાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments