Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા યુવાનના હાથમાં ફેક્ચર કરી નાખ્યું

વાંકાનેરમાં ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા યુવાનના હાથમાં ફેક્ચર કરી નાખ્યું

વાંકાનેર : વાંકાનેરમાં ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા યુવાનના હાથમાં ફેક્ચર કરી નાખ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ હરજીભાઈ પટેલે તેના મિત્ર વિજય સોમાભાઇ બાવળિયાને મિત્રતાના દાવે રૂપિયા 200 ઉછીના આપ્યા હોય આ રૂપિયા પરત માંગતા આરોપી વિજયને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈ રમેશભાઈને ગાળો આપી ઇટના ટુકડાનો ઘા મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખવાની સાથે મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments