Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવો:કૉંગ્રેસ

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવો:કૉંગ્રેસ

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયા એ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબી:મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ અવારનવાર ટ્રાફીકની સમસ્યા રહે છે. જેના કારણે કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. તેમજ આ ચોકડીમે સર્કલ ન હોવાના કારણે અકસ્માતો પણ બને છે. આ ચોકડીએ સવાર તથા સાંજના સમયે વિદ્યાર્થીઓ,ધંધાર્થીઓ તથા રાહદારીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શક્તા નથી. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

જેથી આ બાબતે ધ્યાને લઈ મોરબીથી રાજકોટ જતાં રસ્તામાં શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવા આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી કરવા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments