Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi10 વર્ષથી અવિરતપણે પદયાત્રીકોની સેવા કરતું શનાળા ગામનું ઓમ શક્તિ ગ્રૂપ

10 વર્ષથી અવિરતપણે પદયાત્રીકોની સેવા કરતું શનાળા ગામનું ઓમ શક્તિ ગ્રૂપ

મોરબી : માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિતે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય દૂર દૂરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાના દરબારમાં શીશ ઝુકાવે છે.

ત્યારે મોરબીના શકત શનાળા ગામે સગંમ વોટર પાર્ક, હુડાઈ શો રૂમની બાજુમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 24 સપ્ટેમ્બરથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા કચ્છ આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચા-પાણી,મેડિકલ ટ્રીટમેન્ટ, રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો પદયાત્રિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

ઓમ શકતી ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી માતાના ભક્તો માટે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. આ વખતે પણ સેવા કેમ્પ શરૂ થઈ ગયો છે. જેનો મોટી સંખ્યામાં પદયાત્રિકો લાભ લઇ રહ્યા છે. આથી આ સેવા કેમ્પ માટે પદયાત્રીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે.

દિગુભા ઝાલા-96389 77777
યુવરાજ સિંહ ઝાલા-92282 00002
ધર્મેન્દ્રસિંહ ઝાલા-96017 99999
પ્રદીપસિંહ ઝાલા-94272 36700
હરેન્દ્રસિંહ ઝાલા-90169 22222

પદયાત્રીઓ ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો નંબરો ઉપર સંપર્ક કરી શકશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments