


પીપળીયા નજીક પોલીપેક કારખાનાની આગને મેજર કોલ દર્શાવી અન્ય જગ્યાએથી ફાયર ફાઇટરોની મદદ મંગાઈ
મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ શ્રી રોયલ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે બપોરે કોઈપણ કારણોસર ભીષણ આગ ભડકી ઉઠી છે. આગ એટલી બધી ભયાનક હોય આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે.
હાલ મોરબી ફાયર બ્રિગ્રેડ ત્રણ ફાયર ફાઇટરથી આ ભયાનક આગ બુઝાવવાના તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. પણ મોરબી ફાયર બ્રિગ્રેડે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગ ભયકર હોય એ આગને મેજર કોલ દર્શાવી એટલે વિકરાળ આગ જણાવી આ ત્રણ ફાયર ફાઇટર આગ બુઝાવવા માટે ટૂંકા પડ્યા હોવાથી અન્ય સ્થળોએથી ફાયર ફાઇટરની મદદ માંગવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આ ભીષણ આગને કાબુમાં લેવા મોરબીના ત્રણ ત્રણ ફાયર ફાઇટર ટૂંકા પડ્યા છે. મોરબીના ફાયર બ્રિગ્રેડને આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ હોય તેમાં ગમે ત્યારે આગ લાગતી હોય ત્યારે મોરબી ફાયર બ્રિગ્રેડ તત્કાળ આગ બુઝાવી શકે તેવું સક્ષમ હોવુ જોઈએ. પણ મોરબી ફાયર વિભાગ હજુ ટાંચાના સાધનોથી રામભરોસે જ ચાલે છે.જેથી રાજકોટ જેવી થશે ત્યારે શુ સરકારને મોરબીના ફાયર બ્રિગ્રેડને તમામ શસ્ત્ર સરંજામથી સક્ષમ કરવાની બુધ્ધિ સૂઝશે ?










