Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઆગ હી આગ : મોરબીના પોલીપેક કારખાનાની આગ 12 કલાકે બુઝાય

આગ હી આગ : મોરબીના પોલીપેક કારખાનાની આગ 12 કલાકે બુઝાય

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ રોયલ પોલીપેક કારખાનામાં ગઈકાલે બપોરે અચાનક ભીષણ આગ ભડકી ઉઠ્યા બાદ મોરબી જિલ્લો, રાજકોટ સહિતની ફાયર બ્રિગ્રેડની આઠ ટિમોએ મોડીરાત સુધી સતત પાણીનો મારો ચલાવતા 12 કલાકે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી.

આગને કારણે ફેકટરીમાં મશીનરી સહિતનો માલ ખાખ થઈ જતા કરોડોનું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ કારખાનામાં ચર્ચાતી વિગતો મુજબ ગઈકાલે બપોરે 12-30 જમવાનો રીસેસનો સમય હતો. એટલે બધા બહાર જમવા ગયા હતા. તે સમયે કારખાનાની અંદર રહેલા મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને કારખાનામાં પ્લાસ્ટિક હોવાથી આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને આગને બુઝાવવા અન્ય જગ્યાએથી ફાયર ફાઇટર મંગાવતા કુલ આઠ ટિમોએ આગ બુઝાવવાની સતત જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments