Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આખલાના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત

મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આખલાના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત

સ્થાનિકોની આખલાઓનો ત્રાસ દૂર કરવા મામલે ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓના ત્રાંસને કારણે લોકોને ગંભીર ઇજાઓ તથા વાહન અકસ્માતના બનાવો બને છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં મોરબી શહેરમાં વોર્ડ નં. 9માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાંસ ખૂબ વધી ગયો છે. આ વિસ્તારમાં સ્કૂલે જતા બાળકો તથા વાલીઓને ભારે મુશ્કેલી પડે છે. તેમજ ભવિષ્યમાં કોઈ નુકશાન પહોંચે તેની દહેશત છે. આ અંગે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ અને વીડિયો દ્વારા તંત્રનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા તેમ છતાં નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આ બાબતે તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments