મોરબી :મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી નજીક પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં આવેલ હનુમાનજી મંદિર પાસે વિદેશી દારૂ છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડો પાડતા આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ રહે.વરિયાનગર, સો ઓરડી અને આરોપી કિશન ભુપતભાઇ ગાંધી રહે.ગ્રીમચોક, મોરબી વાળાને એક સ્પ્લેન્ડર બાઈક અને એક્ટિવા સાથે વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1395, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર, બે વાહન કિંમત રૂપિયા 70 હજાર તેમજ રોકડા રૂપિયા 6210 મળી કુલ રૂપિયા 87,605 સાથે ઝડપી લીધા હતા.










