
હોટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસેથી હથિયાર જોવા માટે લેતા ફાયરિંગ થયું હતું
મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર જોવા લીધા બાદ આ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ થતા એક વ્યક્તિ ઘાયલ થતા આ ઘટનામાં એ ડિવિઝન પોલીસે ખુદ ફરિયાદી બની બે વ્યક્તિ વિરુદ્ધ આર્મ્સ એકટ ગુન્હો નોંધ્યો છે.
મોરબી – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં બેઠેલા મોન્ટુ પલ્લવભાઈ રાવલ પાસે ગેરકાયદે પીસ્ટલ જેવું હથિયાર હોવાથી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હથિયાર જોવા માંગતા લોડેડ હથિયાર જોતા સમયે ફાયરિંગ થતા મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના સાથળના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ સાથે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવને પગલે જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પીએસઆઇ પી.આર.સોનારાએ બનાવ અંગે આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ અને ઇજાગ્રસ્ત થયેલ આરોપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.










