Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામા જૂની માથાકૂટનો ખાર રાખી વૃધ્ધ ઉપર કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ

ટંકારામા જૂની માથાકૂટનો ખાર રાખી વૃધ્ધ ઉપર કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ

મોરબી : ટંકારાના ડેરી નાકા વિસ્તારમાં રહેતા રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા ઉ.60 નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને ગત તા.26ના રોજ રાત્રીના સમયે બાઇક લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે હકાભાઈ મશરુભાઈ ઝાપડા અને એક અજાણ્યા શખ્સે બીઆર – 01 – ઇએ – 4682 નંબરની કારથી બાઇકને ઠોકર મારી પછાડી દઈ રાણાભાઈ ઉપર ગાડીનું વ્હીલ ચડાવવા પ્રયાસ કરતા રાણાભાઈ ખસી ગયા હતા. વધુમાં રાણાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી હકાભાઈની પુત્રીને તેમના ભાઈ નાગજીભાઈનો દીકરા સાથે પ્રેમ સંબંધ અંગે અગાઉ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments