Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના નાનારામપર સહકારી મંડળીની ચૂંટણી અને સાધારણ સભા મામલે રજૂઆત

ટંકારાના નાનારામપર સહકારી મંડળીની ચૂંટણી અને સાધારણ સભા મામલે રજૂઆત

ટંકારા : નાનારામપર સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા નાનારામપર સેવા સહકારી મંડળીની ખોટી ચૂંટણી તથા ખોટી સાધારણ સભા યોજાઈ હોવાની જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને વ્યવસ્થાપક કમિટીને દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

સભાસદોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી બેઠે થાળે કોઈ જ સભાસદોની જાણ વગર અને જિલ્લા રજિસ્ટ્રારની પણ જાણ વગર ગત તા. 26-2-2024થી 2-3-2024 દરમ્યાન કરવામાં આવી હતી. ખરેખર આ ચૂંટણી મે-2024 માં કરવાની હતી. તેમજ તારીખ 28-4-3024ના રોજ સાધારણ સભા પણ બોલાવી હતી. જેમાં 51 સભાસદો હાજર રહ્યા હતા. તેઓએ કહેવાતી ખોટી ચૂંટણીને બહાલી આપતો ઠરાવ કર્યો છે. ખરેખર આવી કોઈ સભા મળી નથી.

સભામાં હાજર સભાસદોમાંથી 22 સભાસદોએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેમને આવી કોઈ ચૂંટણી પ્રક્રિયા કે સાધારણ સભા વિશે જાણ નથી. અમારી સહીઓ ખેત ધિરાણ લેવા ગયા ત્યારે મંત્રી દ્વારા એમ કહીને લેવામાં આવી હતી કે, તમોને ખાતર અને ધિરાણ સમયસર મળે છે કે નહીં જો મળતું હોય તો સહી કરો.

ચૂંટણી બાબતે વારંવાર જિલ્લા રજિસ્ટ્રાર તથા મંડળીના પ્રમુખ/ મંત્રીને લેખિતમાં આપી છે કે આપણી મંડળીની ચૂંટણી લોકશાહી ઢબે બધા જ સભાસદોને જાણ કરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે. આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર પણ મંડળીના પ્રમુખ/મંત્રીને ઉદ્દેશીને પત્ર વ્યવહાર કર્યો છે. છતાં તેને અવગણીને ખોટી ચૂંટણી અને ખોટી સાધારણ સભા કરવામાં આવી છે. ત્યારે આ બાબતે તાત્કાલીક પગલાં લઈ અને ખોટી વ્યવસ્થાપક કમિટીને દૂર કરી કસ્ટોડીયન નિમવા માગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments