ફાયર બ્રિગ્રેડે કારમાંથી મળેલી તમામ ચીજવસ્તુઓને પોલીસની હાજરીમાં મૃતકના પિતરાઈ ભાઈને સોંપી દીધી


મોરબી : મોરબી નજીક એક કારમા ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આ એટલી ભયાનક હતી કે કાર ચાલકને બચવાની તક મળી ન હતી. કારમાં સવાર એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો.આગની ઘટનામાં મૃતકના રોકડા રૂપિયા પિસ્તોલ, દાગીના સહિત અનેક વિસ્તુઓ મળી આવી હતી.
મોરબીના કેનાલ રોડ પર આજે બપોરે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આગે થોડીવારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં કારમાં સવાર નામ અજય નાનજીભાઈ ગોપાણી ઉ.વ. ૩૯ રહે રાધે પાલિપ્લોટની સામે લીપાપર રોડ મોરબીનું મોત ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જો કે, અચાનક આગ લાગતા કારના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.પણ ત્યાં સુધીમાં કારમાં સવાર એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો. કારમાંથી મૃતકની કારમાંથી ફાયર બ્રિગેડ રોકડા રૂપિયા મળી આવ્યા કેટલા રૂપિયા હતા તેનો અંદાજ નથી પણ જે કઈ રોકડ રકમ મળી તે તમામ રૂપિયા, અને પિસ્તોલ, ઘડિયાળ 8 જેટલા મોબાઈલ અને નાની મોટી ચીજવસ્તુ સોનાની વીંટી અને દોરા મળી આવતા આ તમામ મુદ્દામાલને મોરબી ફાયર ટીમે પોલીસની હાજરીમાં એમના પિતરાઈ ભાઈને હેન્ડઓવર કર્યો હતો.










