Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નવરાત્રીના પહેલા નોરતે જ પોલીસે સપાટો બોલાવ્યો, 18 બાઇક ડિટેઇન

મોરબીમાં નવરાત્રીના પહેલા નોરતે જ પોલીસે સપાટો બોલાવ્યો, 18 બાઇક ડિટેઇન

મોરબી : મોરબીમાં નવરાત્રીના પહેલા નોરતે જ પોલીસે સપાટો બોલાવ્યો હતો. પોલીસે સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી ગતરાત્રીના 5 શખ્સને પીધેલા પકડી લેવાની સાથે દારૂ પી વાહન ચલાવનાર એકને ઉપાડી લઈ ઘુમ સ્ટાઇલ રોડ ઉપર નિકળનાર ન્યુસન્સ ક્રિએટ કરતા 18 વાહનોને ડિટેઇન કર્યા હતા.

મોરબીમાં નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડાએ એક્શન પ્લાન ઘડી કાઢી દાંડિયા આયોજનમાં શી ટીમને ખાનગી ડ્રેસમાં મેદાને ઉતારી તમામ પોલીસ મથકોને સઘન ચેકીંગ કરવા સૂચના આપી હતી..આથી એ ડિવિઝન પોલીસની ટીમે ગતરાત્રીના પ્રથમ નોરતે સઘન ચેકીંગ કરી પાંચ શખ્સને પીધેલી હાલતમાં પકડી પાડી એક શખ્સને દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપી લઈ સબક શીખવાડયો હતો. આ ઉપરાંત નવરાત્રીના તહેવારને કારણે ગરબા જોવા નીકળતા નાગરિકો પરેશાન થાય તેવી હરકત કરવા બાદ મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરી ન્યુસન્સ ક્રિએટ કરતા 18 બાઈક ચાલકોના બાઈક ડિટેઇન કરતા અતિશય ટ્રાફિકમાં ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવતા તત્વોમાં ફફડાટ પેસી ગયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments