Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સમાકાંઠે બાયો મેડિકલ વેસ્ટનો જોખમ કારક રીતે જાહેરમાં નિકાલ

મોરબીના સમાકાંઠે બાયો મેડિકલ વેસ્ટનો જોખમ કારક રીતે જાહેરમાં નિકાલ

મોરબી : મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલા કુળદેવી પાનની પાછળ સર્વિસ રોડના નાળા પાસે આજે બોપરના સમયે હોસ્પિટલના બાયોવેસ્ટ કોઈ ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે.

આ બાયોવેસ્ટ નાળા પાસે ફેંકવામાં આવતા ત્યાં ગાયો આ વેસ્ટ ખાતી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ બાયોવેસ્ટ ખાવાથી ગાય અને અન્ય પશુઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમજ ખુલ્લામાં બાયોવેસ્ટ નાખવામાં આવતા ગંદકી પણ થાય છે. ત્યારે આમ અબોલ પશુઓના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments