Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં નિદ્રાધિન યુવાન ની હત્યા

હળવદમાં નિદ્રાધિન યુવાન ની હત્યા

હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં ગતરાત્રિના ઘરના ફળિયામાં સુતેલા યુવાનને માથાના ભાગે બોથળ પદાર્થના ઘા જીકી હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પીએમ માટેની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા નીપજાવનાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ઉં. 33 ગતરાત્રીના પોતાના ઘેટા ફળિયામાં ખાટલો નાખી સૂતો હતો ત્યારે કોઈ અજાણા શખ્સ દ્વારા માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નીપજાવી દીધી હતી.

રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ યુવાનના પિતા જ્યારે ઘરના ઓરડામાંથી બહાર નીકળ્યા તો જે યુવાન જ્યાં સૂતો હતો ત્યાં આજુબાજુમાં ભૂંડનું ટોળું જોતા તેઓને શંકા ગઈ અને તપાસ કરાતા તેઓના દીકરાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી બનાવની જાણ હળવદ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં સુખદેવ ઉર્ફે સુખાની હત્યા પ્રેમ સંબંધના કારણે થય હોવાનું હાલ મનાઈ રહ્યું છે.અને હત્યારા બીજા કોઈ નહીં પરંતુ મૃતક યુવાનના પાડોશી જ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ આ હત્યાના બનાવને અંજામ આપનાર શખ્સને પોલીસ દ્વારા ઉઠાવી લેવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.હાલ પોલીસ દ્વારા મૃતક સુખદેવના પિતા કાળુભાઈની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments