Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ ઉજવાયો

ટંકારામાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ ઉજવાયો

ટંકારા : ટંકારામાં આંબેડકર હોલમાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓએ સમાજ ઉત્થાનની વાત કરી ત્યારબાદ આદિવાસીના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાગજીભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર્તા, કમળાબેન અશોકભાઈ ચાવડા ન્યાય સમિતિ ચેરમેન મોરબી જિલ્લા, રમેશભાઈ રાઠોડ સામાજિક આગેવાન, મહેશભાઈ લાધવા પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન, મુકેશભાઈ પરમાર સામાજિક કાર્યકર, દિલીપભાઈ પરમાર સામાજિક આગેવાન, કૌશિકભાઈ પારિયા સામાજિક આગેવાન કિરણભાઈ ચાવડા સામાજિક આગેવાન, કલ્પેશભાઈ પરમાર એન્જિનિયર, હરપાલભાઈ સોલંકી સામાજિક આગેવાન, હસમુખભાઈ સોલંકી સામાજિક આગેવાન, હસમુખભાઈ રાઠોડ સામાજિક આગેવાન, પોપટભાઈ ચૌહાણ સામાજિક આગેવાન, દલસુખભાઈ ચૌહાણ સામાજિક આગેવાન, છગનભાઇ ચૌહાણ સામાજિક આગેવાન ખીજડિયા, કિશોરભાઈ પારિયા સામાજિક આગેવાન, નિકુંજભાઈ પારિયા સામાજિક આગેવાન, સિદ્ધાર્થભાઈ પારિયા સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખભાઇ ચૌહાણ, અરવિંદભાઈ ગોહિલ,કાનજીભાઈ ગોહિલ, માનસિંગભાઈ ગણાવા, નર્સિંગભાઈ સઁગોડ, પર્વતભાઈ સંગોડ, ભેરુલાલભાઈ ગરવાલએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments