Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અલગ અલગ બે બનાવમા ડૂબી જતાં ત્રણ ના મોત

મોરબીમાં અલગ અલગ બે બનાવમા ડૂબી જતાં ત્રણ ના મોત

મોરબી : મોરબીમાં અલગ અલગ બે બનાવમા ડૂબી જતાં ત્રણના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જૂના આરટીઓ પુલ પાસે મચ્છુ-3 ડેમમાં ડૂબી જતાં યુવાનનું મોત થયું છે. જમા કૈલા પરેશ અમૃતલાલનું મોત થયું હતું. જો કે આ યુવાને મચ્છુ-3 ડેમમાં જાતે જ ઝંપલાવ્યું હોવાથી તેનું મોત થયું હોવાનું મનાય છે. બીજા બનાવમાં મોરબી તાલુકાના ગુંગણ ગામે ખેત તલાવડીમાં ડૂબી જતાં માતા પુત્રીના મોત થયા છે. જેમાં વિલાસબેન અને તેમની 7 માસની પુત્રી શરીનાનું ડૂબી જતા મોત થયું હતું. આ બનાવમાં માતા-પુત્રીના કેવી રીતે મોત થયા તેનું કારણ બહાર આવ્યું નથી. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments