Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિકાસ સપ્તાહ અંતર્ગત આયોજન બાબતે મોરબી ડીડીઓશ્રી જે.એસ. પ્રજાપતિએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર...

વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજન બાબતે મોરબી ડીડીઓશ્રી જે.એસ. પ્રજાપતિએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિપુલ પ્રજાપતિ સાથે ચર્ચા કરી

વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં થનાર અનેક લોકાર્પણ ખાતમુહૂર્ત અંગે પણ વાતચીત કરાઈ

વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં થયેલ વિકાસ કામો તથા કરવામાં આવનાર અનેકવિધ આયોજન અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ મોરબીના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમના શાસનકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો થયા છે, અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને સુવિધાસભર જીવન ધોરણ પ્રાપ્ત થયું છે. ત્યારે આ વિકાસ કાર્યો અને અનેક આયોજનો અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ મોરબી અપડેટ સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિપુલ પ્રજાપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ મુલાકાત દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં કરોડોના ખર્ચે કરવામાં આવનાર અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments