મોરબી :, ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાની ભારતીય કિસાન સંઘની કાર્યકારણી બેઠક મોરબીના ભરત વન ફાર્મ ભરતનગર ખાતે યોજાઈ હતી. જેમાં અખીલ ભારતીય મંત્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી. કે. પટેલ ) પ્રદેશના સદસ્ય શ્રી ભીખાભાઇ પટેલ અને સંઘના જિલ્લા કાર્ય વાહકજી મિલનભાઈ પૈડાંની ઉપસ્થિતિમા મોરબી જિલ્લા કિસાન સંઘના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.







મોરબી જિલ્લા કિસાન સંઘના જુના હોદેદારોનો કાર્યકાર પૂર્ણ થતા નાવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ જીલેષભાઈ કાલરીયાએ તેમના ત્રણ વર્ષના કાર્યક્રમમા કરેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. નવા પ્રમુખ તરીકે સિણોજીયા બાબુલાલ, મંત્રી નાથાલાલ ઢેઢી, સહ મંત્રી શેરસીયા હુશેનભાઈ ઉપપ્રમુખ, આશીષ કગથળા, પદ્યુમ્નસિંહસિંહ જાડેજા, કોષાઅધ્યક્ષ પ્રજવલ દેત્રોજા,પ્રચાર પસાર પ્રમુખ શેરસીયા ઉસ્માનભાઈ, યુવાપ્રમુખ ભોરણીયા ભાવેશ, મહિલા સદસ્ય હસુમતીબેન કાલરીયા,જૈવિક પ્રમુખ સવજીભાઈ સુરાણી, મુકેશભાઈ કોરિંગા, જયંતિભાઈ ભાટિયા શૈલેષભાઈ દલસાણિયાની વરણી કરવામાં આવી હતી અને ટંકારા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ ભાડજા, મંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા મંત્રી ભુપેન્દ્રસિંહ એન. અને મોરબી તાલુકા પ્રમુખ ખંતિલભાઈ ભીમાણી મંત્રી બાલુ ભાઈ પંચોટિયા હળવદ તાલુકા પ્રમુખ હિતરાજ સિંહ ગોહિલ મંત્રી જગમાલ ભાઈ રાઠોડ માળીયા તાલુકા પ્રમુખ અરવિંદ ભાઈ વિરમગામ મંત્રી અમરશી ભાઈ ભાડજાની વરણી કરવામાં આવેલ હતી.










