Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રેમસંબંધ યુવાનની ઘાતકી હત્યા, હત્યા કરનાર 11 વિરુદ્ધ ફરિયાદ નોંધાય

મોરબીમાં પ્રેમસંબંધ યુવાનની ઘાતકી હત્યા, હત્યા કરનાર 11 વિરુદ્ધ ફરિયાદ નોંધાય

ફરિયાદી પક્ષના લોકોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહિ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો

મોરબી : મોરબીમાં ગતરાત્રીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ મામલે યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આથી ફરિયાદી પક્ષના લોકોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસે આરોપીઓને પકડવાનું જણાવ્યું હતું. આ બનાવ મામલે મૃતકના ભાઈએ પોતાની ભાઈની 11 આરોપીઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા આરોપીઓને પકડી પાડવા મોરબી એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝનની ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડિયાનું ઇન્દિરાનગર નજીક આવેલ ખારાપટ્ટમાંથી અપહરણ કરી આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુભાઈ વાઘેલા, વિશાલ કોળી, હકાભાઈ અદગામાં, કાનો હકાભાઈ, જયેશ જીવણ અદગામાં, સુનિલ જયંતિ જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યા શખ્સે માર મારી હત્યા કરી નાખતા મૃતકના ભાઈ વિશાલ પરસોત્તમભાઈ માનેવાડિયાએ આ તમામ 11 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વિશાલભાઈએ હત્યાના આ બનાવ અંગે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક વિજય ઉર્ફે રવીને ત્રાજપરમાં રહેતા આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને બાદમાં આ ઝઘડાને કારણે તેઓ ત્રાજપર છોડી ઇન્દિરાનગરમાં રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે વિજય ઉર્ફે રવિ ઇન્દિરાનગરના પટ્ટમાં બેઠા હોય ત્યારે આરોપીઓએ આવી ઝઘડો કરી માર મારી માળીયા ફાટકથી બેલા તરફ લઈ જઈ વિજય ઉર્ફે રવીને માર મારી હત્યા કરીને રસ્તા ઉપર ફેંકીને ફરાર ગયા હતા. બાદમાં ઘટનાની જાણ થતા મૃતકના ભાઈ સહિતના લોકો ઇજાગ્રસ્ત રવીને લઈને મોરબીની બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતો.

મૃતક વિજય ઉર્ફે રવીની નિર્મમ હત્યા બાદ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ સીટી બી ડિવિઝન પીઆઇ વસાવાએ આ મામલે જણાવ્યું હતું કે, સીટી બી ડિવિઝન પોલીસની બે ટીમ અને એલસીબી એસઓજીની બે ટીમ મળી હાલમાં ચાર પોલીસ ટીમ આરોપીઓને પકડી પાડવા કામે લાગી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments