Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા દિવાળી પર્વને લઈ સરાહનીય પ્રયાસ:જરૂરિયાતમંદો માટે...

મોરબીના હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા દિવાળી પર્વને લઈ સરાહનીય પ્રયાસ:જરૂરિયાતમંદો માટે કપડાં, મીઠાઈ, રમકડાં એકઠા કરશેજરૂરિયાતમંદો માટે કપડાં, મીઠાઈ, રમકડાં એકઠા કરશે

મોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે દરેક લોકો આ પર્વ ખુશખુશાલ રીતે ઉજવી શકે તે માટે મોરબીના હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા એક સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી વસ્તુઓ એકઠી કરીને તેઓને આપવામાં આવશે.

આર્થિક પરિસ્થિતિના કારણે ઘણા લોકો તહેવારો પણ સામાન્ય દિવસની જેમ પસાર કરતાં હોય છે અને તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આપની પાસે રહેલા જુના કપડાં, મીઠાઈ, રમકડાં ફાઉન્ડેશનને આપી શકે છે. આ વસ્તુઓ તહેવાર પર જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ સાથે જ દિવાળી પર્વ પર પર્યાવરણ જાગૃતિ અંગે હર એક સ્વસ્થ, હર એક મસ્તના ઉદ્દેશથી લોકો બીમારીમાંથી મુક્ત રહે તે માટે વસ્તુ આપી સેવા કરતાં લોકોને ફાઉન્ડેશન દ્વારા એક રોપો આપવામાં આવશે. તેથી જો કોઈને જરૂરિયાતમંદ લોકો માટે વસ્તુઓ આપવી હોય તો તારીખ 13 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી મો.નં. 8400008487 પર સંપર્ક કરવા જણાવાયું છે. હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપની ટીમ ઘરે આવીને વસ્તુઓ લઈ જશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments