Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

નવરાત્રી દરમિયાન કુલ 219 ગરબીઓમાં જઈ તલવાર ભેટમાં આપીને પૂજન કર્યું

મોરબી : દશેરાના પવિત્ર દિવસે આસુરી શક્તિનો નાશ તથા દેવી શક્તિનો વિજય થયો એ રીતે વર્ષોથી વિજયાદશમી પરંપરા નિમિતે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરી આપણે આપણા શાસ્ત્રોનું સન્માન કરીએ છીએ જે શસ્ત્ર આપણી રક્ષા કરે છે એનું પૂજન વર્ષમાં એકવાર જરૂર કરવું જોઈએ તેવી પરંપરા મુજબ એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી ટીમ તથા પ્રભુ કૃપા ટાઉનશીપના દરેક સનાતન ભાઈઓ સાથે મળી શાસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં બાળકો દીકરીઓ અને ભાઈઓએ ભાગ લીધો હતો.આ તકે પંકજભાઈ, ભાવિનભાઈ, દિલીપભાઈ, જસ્મીનભાઇ ભરતભાઈ દિલીપભાઈ ગૌતમભાઈ મહેશભાઈ જીતુભાઈ અને એમનો પ્રભુ કૃપા ટાઉનશીપનો આખો ગ્રુપના ભાઈઓનો સંપૂર્ણ સહયોગ રહયો હતો. તથા હિન્દુ ભગીરથસિંહ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ રીતે અઢારે વર્ણનું સંગઠન મોરબીમાં હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈને કાર્ય કરવા જઈ રહ્યું છે ત્યારે આપણો હિન્દુ સમાજ સંપૂર્ણ રીતે અઢારે વર્ણના સંગઠનમાં જોડાઈ તેવી આશા વ્યક્ત કરાઈ છે.

એકતા એજ લક્ષ્ય સંગઠને આ વખતે નવરાત્રી પર્વની ઐતિહાસિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં 219 જેટલી ગરબીમાં જઈ તલવાર ભેટમાં આપી સાથેસાથે એ તલવારનું પૂજન કર્યું હતું.સાથેસાથે હિન્દૂ સંસ્કૃતિ અને શસ્ત્ર પૂજનના મહત્વને સમજાવ્યુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments