Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા લોહાણા મહાજન-મોરબી ના મંત્રી

 વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી, શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી તથા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ રાચ્છે તેમના જન્મદીન ની ઉજવણી  સદાવ્રત મા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે નરેન્દ્રભાઈ રાચ્છ, કમળાબેન રાચ્છ, હિનાબેન અમિતકુમાર દક્ષિણી, પાયલબેન જયદીપકુમાર પુજારા સહીત ના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.


           પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ રાચ્છે  સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.


RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments