Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ટેન્કરમાંથી ગેસ કટીંગ કેસમાં આરોપી શેતાનકુમાર બાંગડવાના જામીન મંજૂર

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ કટીંગ કેસમાં આરોપી શેતાનકુમાર બાંગડવાના જામીન મંજૂર

મોરબી નજીક ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવી રહી હતી જેથી અદાણીના લીકવીફાઇડ પ્રોપેન ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસની ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામની મંજૂર કરેલ છે.

મોરબી માળીયા હાઈવે રોડ ઉપર ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કંપાઉન્ડમાં આરોપીઓએ અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડના લીકવીફાઇડ પ્રોપેન ગેસ ભરેલ ટેન્કરના ચાલકનો સંપર્ક કરીને ગેસનું ચોરી કરી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ કરીને લાખોનો મુદામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી અને ટેન્કરમાં ભરેલ ગેસ સહિતનો મુદામાલ કબજે લેવામાં આવેલ હતો. જો કે, હોટલના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયેલ હતો. આ ગુનામાં પકડાયેલ આરોપી શેતાનકુમાર સુર્જનરામ બાંગડવાની મોરબીના વકીલ જે.ડી.સોલંકી મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં બન્ને પક્ષની તમામ દલીલના અંતે કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી હતી અને આરોપી શેતાનકુમાર સુર્જનરામ બાંગડવાના જામીન મંજૂર કરેલ છે આ કામે વકીલ તરીકે જે.ડી.સોલંકી, નિલેશ પી ચાવડા, મયુર ઊભડિયા, દિપક મકવાણા, પિન્ટુ પરમાર, આરતી અમૃતિયા, કિંજલ જીવાણી, રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments