Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા જુના ઘાટીલા ગામે સાત જુગારી 46,750 રોકડા સાથે ઝડપાયા

માળીયા જુના ઘાટીલા ગામે સાત જુગારી 46,750 રોકડા સાથે ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી સાત જુગારીઓને 46,750 રોકડા સાથે ઝડપી લીધા હતા

માળીયાના જુના ઘાટીલા ગામે આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડતા આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા, જયેશભાઇ જીવરાજભાઈ વિડજા, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા, મહેશભાઈ મગનભાઈ વિડજા અને તળશીભાઈ સવજીભાઈ ગઢીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 46,750 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments