Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જિલ્લા સેવા સદનમાં દિવાળીની ગિફ્ટ આપવા આવેલ વાહન અચાનક ભાગ્યું

મોરબીના જિલ્લા સેવા સદનમાં દિવાળીની ગિફ્ટ આપવા આવેલ વાહન અચાનક ભાગ્યું

મોરબી : દિવાળી નજીક આવતાની સાથે જ ગિફ્ટ ની આપલે શરૂ થઈ જતી હોય છે. જેની સાથે જેવો સબંધ તે મુજબ એક બીજાને ગિફ્ટ ની આપલે થતી હોય છે. દિવાળી નિમિતે લેવામાં આવતી ગિફ્ટો કોઈપણ સરકારી બાબુ એ સ્વીકારવાની નહીં તેવું સરકારી નીતિ મુજબ હોઈ છે પરંતુ જે અધિકારીએ આખું વર્ષ તેમના કામ કર્યા હોય એટલે તેમને સાચવવા તો પડે. આજે મોરબીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જિલ્લા સેવા સદને સરકારી બાબુઓને દિવાળીની ગિફ્ટ આપવા એક ગાડી આવી હતી. આ ગાડીમાં અનેક ગિફ્ટ પેક કરેલી જોવા મળી હતી. એક વ્યક્તિ આ ગાડી માંથી બહાર આવ્યા હતા અને સરકારી બાબુ માટે ગિફ્ટ લઈને સરકારી કચેરીમાં અંદર ગયા હતા.

આ સમયે એક કવરેજ માટે ઉપસ્થિત પત્રકારો નું ધ્યાન ગયું હતું. પત્રકારો એ ગિફ્ટ લઈને જતા વ્યક્તિના અને ગાડીના ફોટા વિડિઓ લેતા ગિફ્ટ લઈને આવેલ વ્યક્તિઓ ને એ વાત નું ભાન થયું હતું કે કંઈક ખોટું થયું છે ત્યારે ગાડી ફૂલ સ્પીડમાં હકારીને સેવા સદનના કમ્પાઉન્ડ માંથી બહાર જતી રહી હતી.જો કે, આ ગિફ્ટ કોણ લાવ્યું હતું એ જાણવા મળ્યું નથી. પણ સરકારી કચેરીઓમાં અન અધિકૃત રીતે ગિફ્ટનો દિવાળીએ વરસાદ થયો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ગિફ્ટ વિશે સતાવાર રીતે કોઈએ ખુલાસો રજૂ કર્યો નથી. પણ આ ગંભીર બાબત મીડિયાને ધ્યાને આપતા ગિફ્ટ લઈને આવેલ બંને વાહનો રફુચક્કર થઈ ગયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments