Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaપોલીસની ધાક ઓસરી : માળીયા પોલીસ સ્ટેશન નજીક ફાયરીગની ઘટનામાં એકની લોથ...

પોલીસની ધાક ઓસરી : માળીયા પોલીસ સ્ટેશન નજીક ફાયરીગની ઘટનામાં એકની લોથ ઢળી

વારંવાર હત્યા લૂંટના બનાવો બનતા જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોઈ તેવી સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસની ઘાક ધીમે ધીમે ઓછી થતી જતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. માળીયા પોલીસ સ્ટેશન નજીક ફાયરીગની ઘટનામાં એકની લોથ ઢળી હતી. ધાણીફૂટ ફાયરીગથી આસપાસના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા. સરાજાહેર ફાયરીગથી પોલીસની આબરૂના લિરે લીરા ઉડયા હતા.

માળિયાના વાગડીયા ઝાંપે આજે ફાયરીંગની ઘટના બની હતી સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇલ્યાસ જેડા અને ફારૂક જામ જૂથ સામસામે આવી ગયું હતું. સામસામે ફાયરીંગ કરવામાં આવતા હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા સહિત અંદાજીત 7 જેટલા વ્યક્તિઓ ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી હૈદર જેડાને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. 10 જેટલા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને છરી તેમજ બંદુક વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે બનાવ સ્થળે ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી તે સ્થળ પોલીસ મથકથી બહુ દુર નથી પોલીસ સ્ટેશનથી એક કિ.મી. વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની છે. પોલીસ સ્ટેશન ની નજીકમાં જ આવી ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. મોરબી પોલીસની ધાક ઓસરી ગઈ હોવાનું સામે આવ્યું છે. બાળકોની માથાકૂટમાં મોટેરાઓ બાખડી પડ્યા હતા અને સામસામે ફાયરીંગ કરતા એક પક્ષના હૈદર જેડાનું મોત થયું છે તો સામેના જુથમાં પણ ઈજાઓ પહોંચી છે. આ ગંભીર ઘટનામાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની જેમ માળીયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને ઘટના સ્થળને કોર્ડન કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં બન્ને જૂથના ટોળા ઉમટી પડ્યા હતા. આથી પોલીસે હોસ્પિટલમાં પણ દોડી જઈને તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લામાં અવારનવાર હત્યા, બળાત્કાર અને ફાયરિંગ જેવા બનાવો બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસ ની ધાક ગુનેગારો માં ઓસરી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments