વાંકાનેર : વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેરમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરીને દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક શખ્સને ઝડપી લઈ 500 લીટર દેશી દારૂ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકા સર્વેલન્સની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના જોધપર ગામે નેશનલ હાઈવે પર દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી વોચ ગોઠવીને બાતમી પ્રમાણેની GJ-36-F-0759 નંબરની કાર નીકળતા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર હંકારી વાંકાનેર તરફ નીકળી ગયો હતો. જેથી આ કારનો પીછો કરીને વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ પર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. કારમાં તપાસ કરતાં 500 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. જેથી સર્વેલન્સ ટીમે આરોપી રફીક ઉર્ફે રફલો વીકીયા (ઉં.વ. 35, રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ને ઝડપી પાડી કાર અને દારૂ સહિત કૂલ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર આરોપી સુરુભા કાઠી દરબાર (રહે. ખાટડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર), શીવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા, તા. વાંકાનેર)ને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં ડી.વી.ખરાડી પો.ઇન્સ ,સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ જિતેન્દ્રકુમાર અઘારા ,ચમનભાઈ ચાવડા ,પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા,અને વિનેશકુમાર ખરાડી તથા ભીખુભાઇ વાળા ,પો.કોન્સ. સંજયસિંહ જાડેજા,રવિભાઈ કલોત્રા ,અજયસિંહ ઝાલા,લોક રક્ષક શક્તિસિંહ પરમાર સહિતનનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.










