Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27માં લગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27માં લગ્નોત્સવનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ તા.2/2/2025ને રવિવારના રોજ સવારે બગથળા તા. મોરબી મુકામે યોજાશે. લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તા. 7/11/2024થી તા. 31/12/2024 સુધી લેન્ડ માર્ક પ્લાઝા, 3જો માળ, મોમ્સ ઢોસાની બાજુમાં, સમય ગેટની બાજુમાં, શનાળા રોડ , મોરબી ખાતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો. વધુ વિગત માટે ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 9825695708, જયંતિભાઈ પડસુંબિયા 9825695827, મંત્રી જયંતિભાઈ વિડજા 9978921318, સહ મંત્રી, મગનભાઈ અધારા 9825098079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510, સહ ખજાનચી કમલેશભાઈ કૈલા 9898656985, જયેશભાઇ રંગપરિયા 9879215000, જયંતિભાઈ શેરસિયા 9825283287 સવજીભાઈ સુરાણી 9879310620, ચંદુભાઇ કુંડારીયા 9925360244નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments