Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન

વાંકાનેર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન

વાંકાનેર : આજ રોજ મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને 54,000 જેટલું મતદાન કરી પાર્ટીનો જુસ્સો વધાર્યો હતો. આ બદલ પાર્ટીની જવાબદારીના ભાગ રૂપે વાંકાનેરના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભસ્તાચારીને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયે દરરોજ સવારે 10 થી 1 લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. લોકોના પ્રશ્નોનુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં આવશે.

હાલ મોરબી જીલ્લાના આગેવાનો પંકજ રાણસરિયા, મહાદેવભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા, પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો અલી હાજી, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિક ભાઈ અમરેલિયા ,સમગ્ર વાંકાનેર આમ આદમી પાર્ટીની ટીમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા, સરપંચો તેમજ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.તેમ આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવાયુ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments