Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની બજારમાં દિવાળીની ભીડમાં વિખુટા પડેલો ત્રણ બાળકોને પોલીસે પરિવાર સાથે ભેટો...

મોરબીની બજારમાં દિવાળીની ભીડમાં વિખુટા પડેલો ત્રણ બાળકોને પોલીસે પરિવાર સાથે ભેટો કરાવી માનવતા મહેકાવી

ટ્રાફિક પીઆઇ કે એમ છાસિયાના માર્ગદર્શનમાં પી એસ આઇ ડીબી ઠકકર અને તેમની ટીમ બાળકોના માતાપિતાને શોધી કાઢી માનવતા દાખવી

મોરબી : મોરબીમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ તમામ બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડતા હકડેઠઠ ભીડમાં માતાપિતા સાથે આવેલા બાળકો વિખુટા પડી જવાની ત્રણ ઘટનાઓ બનતા મોરબી ટ્રાફિક પી.એસ.આઈ અને કોન્સ્ટેબલે આવા ત્રણ બાળકોને હૂંફ આપી માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું.

મોરબીના નગરદરવાજા ચોકમાં દિવાળીની ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે અને ચોતરફ ભીડ વચ્ચે પગ મુકવાની જગ્યા પણ મળવી મુશ્કેલ હોય માતાપિતા સાથે આવેલ નાના બાળકો વિખુટા પડવાની આજે સોમવારે ત્રણ ઘટનાઓ બની હતી જેમાં ટ્રાફિક પી.એસ.આઈ ડી.બી.ઠક્કર અને કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાએ આ ત્રણેય બાળકોને પ્રેમ હૂંફ આપી માતાપિતાને શોધી કાઢી ખરાઈ કર્યા બાદ ત્રણેય બાળકોને માતાપિતાને સોંપી આપી ખાખીની માનવતા દર્શાવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments